મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી તથાસ્તુ નામની સિરામિક ની ફેક્ટરીના લેબરકોર્ટમાં રહેતી એક સગીરાનુ અપહરણ થયાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી હતી આ દરમિયાન આરોપીનું લોકેશન કર્ણાટક રાજ્યના મેંગલોર જિલ્લાના પાનાંબુર વિસ્તારમાં મળી આવ્યું હતું. જે બાદ તાલુકા પોલીસ ની ટીમ તે વિસ્તારમાં પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી લેટેસ્ટ સ્થળ પર પહોંચી હતી અને 15 વર્ષથી સગીરાનું અપહરણ કરનાર આરોપી શુર્જીયોકાન્ત ઉર્ફે સીપુ નિમાઈચંદ નામના ત્રીસ વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો આ આરોપી પણ ફેક્ટરીના લેબર ક્વોટરમાં રહી મજૂરી કામ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું અને જે તે વખતે સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ગયો હતો આ બનાવવામાં પોલીસે આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી નિયમ મુજબ ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


