મોરબીના સિપાઈ વાસ વિસ્તારમાં રેહતા અને કલર કામ કરતા મોહસીન ફારુક કુરેશી નામના યુવાનને એ ડીવીઝન પોલીસ મથકમાં ખાલીદ ફિરોઝ સમા, શકીલ ફિરોઝ સમાં અને ફિરોઝ ઉશ્માનભાઈ સમાં સામે ફરિયાદ નોધાવી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ગઈકાલે તે તેના મામા ની દીકરીના સગાઇ પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન તેના સબંધી સમીર રણમલભાઈમાં અકસ્માતના સમાચાર મળતા તે સિવિલ હોસ્પિટલ ગયો હતો આ દરમિયાન આરોપી ખાલીદે મોહસીનને ફોન કરી તું મારી વહુ સામે કેમ કાતર મારે છે તેમ કહી જ્યાં હોય ત્યાંથી સિપાઈ વાસમાં આવી જા કહી ધમકાવવા લાગતા મોહસીન તેના બનેવી મકબુલ મહમદ કુરેશીને તેનાં મામા નો દીકરો સિપાઈ વાસમાં મુકીને જતો રહ્યો હતો આ દરમિયાન ગઢની રાંગ પાસે આવેલા આર કે હેન્ડલુમ નામની જગ્યા પાસે આ ત્રણેય આરોપીઓ ઉભા હતા ખાલીદ ગાળો બોલતો સીધો ફરીયાદી મોહસીન પાસે આવી ગયો હતોં અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી મોહસીનને આડેધડ મારવા લાગ્યો હતો આ દરમિયાન તેની સાથે આવેલા તેના બનેવી મકબુલ મહમદ કુરેશી સાળા પર અચાનક હુમલો થતા તેને બચાવવા આડા પડતા આ આરોપીઓએ તેને પણ પેટના ભાગે અને ગળાના ભાગે છરીના આડેધડ ઘા ઝીકી દેતા બન્ને ગંભીર હાલતમાં ત્યાં પડી ગયા હતા ઘટના સ્થળ નજીક મકબુલના ભાઈઓ અને પરિવાર જનો પાસે હોવાથી તેઓ ત્યાં દોડી ગયા હતા અને તાત્કાલિક બન્ને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મકબુલ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતું.
બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ખાલીદ ફિરોઝ સમા, શકીલ ફિરોઝ સમાં અને ફિરોઝ ઉશ્માનભાઈ સમાં સામે હત્યા અને ઈરાદા પૂર્વક ઈજા પહોચાડવા તેમજ ગુનાહિત કાવતરું ઘડવા તેમજ જાહેરનામાં ભંગ સહિતના અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


