મોરબીના દલવાડી સર્કલ પાસે થોડા દિવસ પહેલા એક બાઈક સવાર યુવક આંગડીયા પેઢીમાંથી રૂ 85 હજાર લઈને જતો હતો તે દરમિયાન પાછળથી આવેલા એક બાઈક સવારે તેને ટક્કર મારી હતી અને બાદમાં હોસ્પિટલમાં સારવાર અને નુકશાનના વળતર ને તેની પાસે રહેલે રૂ 85 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો આ બનાવમાં પોલીસ મથકમાં નોધાયેલ ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસ દ્વારા ઘટના સ્થળ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવી તેની તપાસ કરી હતી દરમિયાન આ શંકાસ્પદ બાઈક મળી આવતા તેનું લોકેશન અને બાઈક ચલાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી એક સીસીટીવી ફૂટેજમાં તેની ઓળખ થતા પોલીસે આ શખ્સની તલાસ શરુ કરી હતી દરમિયાન આ શખ્સ મોઢે માસ્ક અને હાથમાં કાળા મોજા પહેરી બસ સ્ટેશન વિસ્તારમાં ધરતી ટાવર વિસ્તારમાં આંટાફેરા કરતો હોય અહી ફરી એકવાર લૂંટના ઈરાદે આવ્યા હોવાની પોલીસ ને બાતમી મળતા એ ડીવીઝન પોલીસ ની ટીમ સ્થળ પર પહોચી હતી અને ત્યાંથી ઉઠાવી લીધો હતો અને તેને પોલીસ મથક ખાતે લાવી પૂછ પરછ કરતા તેનું નામ ઇમરાન હાસમ ભાઈ કાદરી જણાવ્યું હતું જે રાજકોટના પુનીત નગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું જણાવ્યું હતું
પોલીસ ઇમરાન કાદરીની પૂછ પરછ કરતા તેને યુવક સાથે લૂંટની ઘટનાને અંજામ આપ્યા ની કબુલાત કરી હતી ઘટનાને અંજામ આપ્યાના એક દિવસ પહેલા નવા ડેલા વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હતી આ શખ્સ ફરી એકવાર ચોરી અથવા લૂંટની ઘટનાને ફરી અંજામ આપવા આ શખ્સ રાજકોટથી બલેનો કાર લઈને મોરબી લાવ્યો હતો અને રાજકોટ હાઈવે પર કાર સંતાડી દીધી હતી આરોપીની કબુલાત બાદ પોલીસે ચોરાયેલ બાઈક અને કાર જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
આરોપી વિરુદ્ધ રાજકોટ સીટીના અલગ અલગ પોલીસ મથકમાં 12 ચોરીના બનાવ એક છેતર પીંડી અમદાવાદમાં લૂંટ સહિતની ઘટનામાં પણ પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે

