વાંકાનેર સીટી પોલીસને મળેલ બાતમીના આધારે નવા રાજાવડલા માર્ગ બ્રહ્મસમાજ સોસાયટી પાછળ રેલ્વે ગરનાળાની બાજુમાં આવેલ વાડી પાસે રેડ કરી હતી. જ્યાં ખુલ્લા ખરાબામાં જુગાર રમતા મુકેશભાઇ ભોગીલાલ શાહ, રફીકભાઇ અબુભાઇ કાફી, પ્રવિણભાઇ મૂળજીભાઇ ગેડીયા, જયેશભાઇ ઉર્ફે ભુરાભાઇ હરગોવીંદભાઇ મજેઠીયા અને મહમદભાઇ કરીમભાઇ લાખા નામના પાંચ શખ્સોને પોલીસે રોકડ રૂ. 16,700ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઇ તે શખ્સો સામે જુગાધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

