HomeGujaratજિલ્લામાં સતત ચોથો દિવસ વરસાદી માહોલ,મોરબીમાં 22 મીમી માળિયામાં 15 મીમી...

જિલ્લામાં સતત ચોથો દિવસ વરસાદી માહોલ,મોરબીમાં 22 મીમી માળિયામાં 15 મીમી વરસાદ નોધાયો

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ હાલ સૌરાષ્ટ્ર કચ્છ પર સ્થિર થઇ જતા સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો છે છેલ્લા ત્રણ દિવસ થી રાત્રીના સમયે સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ રહ્યા બાદ આંજે દિવસ દરમિયાન પણ વરસાદ જોવા મળ્યો હતો બપોર સુધી તડકા છાંયડા જેવો માહોલ રહ્યા બાદ બપોરના સમયે ગાઢ વાદળો આવી ચઢ્યા હતા અને ગાજ વીજ સાથે વરસાદી માહોલ બંધાયો હતો બપોરે 2થી 6 દરમિયાન 22મીમી જેટલું પાણી વરસી ગયું હતું મોરબી ઉપરાંત માળીયામાં 15મીમી વરસાદ નોધાયો જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા.

નવરાત્રી પર્વ વચ્ચે  મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પગલે એક તરફ  ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ પોતાનો જીવ રેડી ખેતરમાં ચોમાસું પાક તૈયાર કરનાર ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું છે જિલ્લામાં સતત ચાર દિવસ સુધી થયેલા વરસાદને પગલે મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કપાસ મગફળી સોયાબીન કઠોળ અને ઘાસચારા સહિતના તમામ પાકને નુકશાન ની ભીતી સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW