માળીયા પોલીસને ખાનગીરાહે બાતમી મળી કે, કચ્છ તરફથી GJ-03-NB-3848 નંબરની હ્યુન્ડાઇ કંપની I-20 કારમાં ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ જનાર છે, તેવી ચોકકસ બાતમીના આધારે માળીયા મીંયાણા શહેનશાહવલીના પાટીયા પાસે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર જરૂરી વોચ ગોઠવી હતી. જે બાદ બાતમી વાળી કાર મળી આવતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 234 કિ.રૂ. 3,04,200, કાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 6,12,200 ના મુદામાલ સાથે એક ઇસમ સુનીલભાઇ ઉર્ફે ચુકો હકાભાઇ સાકરીયા રહે. રાજકોટ 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલની પાછળ સાગર ચોક આર.એમસીના ક્વાટરમાં વાટરમાં બ્લોક બ્લોક નં 01 ક્વાટરનં 1222 તા.જી રાજકોટવાળાને પકડી પાડી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો મોકલનાર સાધુરામ રહે ભચાઉં કચ્છવાળાનું નામ સામે આવ્યું હતું. પોલીસે બને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.


