કેન્દ્ર સરકાર દ્વારા દેશની સામાન્ય જનતા તેમજ વેપારીઓને જીએસટી અલગ અલગ ચાર દર ના કારણે જે મુશ્કેલી થતી હતી તેને ધ્યાને લઇ ગત 22 સપ્ટેમ્બરથી 12 અને 28 ટકા એમ બે દર નાબુદ કરી માત્ર 5 અને 18 જ રાખવામાં આવતા આવનાર સમયમાં અનેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થવાનો છે ત્યારે આ મુદે દેશભરમાં ભાજપ દ્વારા જીએસટીના દર ઘટાડાથી થતા ફાયદા અંગે જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે
જેના ભાગરૂપે મોરબી શહેર માં નવડેલાં રોડ ખાતે ની બજાર માં મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા અને મોરબી શહેર પ્રમુખ રીશીપભાઈ કૈલા અને મોરબી શહેર ના મહામંત્રીઓ ભાવેશભાઈ કંજારીયા અને ભુપતભાઇ જારીયા અને શહેર ભાજપ ના હોદેદારો દુકાનદારો સાથે મુલાકાત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીએસટી દર માં જે ઘટાડો કરવા માં આવ્યો છે તેનાથી જનતા અને દુકાનદાર ને જે લાભ સરકાર દ્વારા મળ્યો છે તેની વાર્તાલાપ કરવા માં આવી હતી


