HomeGujaratમોરબી જે. એ. પટેલ મહિલા કોલેજની છાત્રાઓએ ડેપો કર્મીઓ સાથે મળી બસ...

મોરબી જે. એ. પટેલ મહિલા કોલેજની છાત્રાઓએ ડેપો કર્મીઓ સાથે મળી બસ સ્ટેશનને ચોખ્ખું ચણક કર્યું

તા. ૨૫/૯/૨૦૨૫ ને ગુરુવારના રોજ સ્વચ્છતા હી સેવા_2025 અભિયાન અંતર્ગત શ્રમદાન લોક ભાગીદારી થી એસ.ટી.ડેપો મોરબી ખાતે તેમજ શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ મોરબી ના સંયુક્ત રીતે “સ્વચ્છતા જુંબેશ અંતર્ગત (DTO) ડિવિઝન ટ્રાફિક ઓફિસર ,વી.બી. ડાંગર સાહેબ,એસ ટી ડેપો મેનેજર પઢારિયા અનિલભાઈ તેમજ  જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ  ડૉ. પી. કે. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એન. એસ. એસ.ના સ્વયં સેવકો તેમજ એસ.ટી.ડેપો ના સ્ટાફ દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી. જેમાં પ્રો.ઓ. પ્રા .મંજુલાબેન એમ. દેસાઈ તેમજ પ્રા.વનિતાબેન પી. કાગથરા અને પ્રા. મોનિકાબેન એસ. માલવણિયા તેમજ એસ ટી ડેપોના સફાઈ ક્મચારીઓ હાજર રહી સફાઈ કામગીરીમા પોતાનું યોગદાન આપ્યું હતું

સમગ્ર કાર્યક્રમમાં એન.એસ.એસ.સ્વયંસેવકોમા ઉત્સાહ જગાડવા માટે આરંભ થી અંત સુધી વી.બી. ડાંગરે જહેમત ઉઠાવી બસ સ્ટેન્ડ માં રહેલા મુસાફરો મા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સ્ટુડન્ટ સાથે કોલેજ તેમજ એસ.ટી.ના સ્ટાફ સાથે એક રેલી કાઢી ને સ્વચ્છતા અંતર્ગત સંદેશ આપવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW