માળીયાના હરીપર ગામે રહેતા સુભાનભાઇ નુરમહમદભાઇ પાયકે GJ-12-EK-6635 નંબરના બાઈકનો ચાલક સતારભાઈ કાસમભાઈ પાયક સામે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, તે સુભાનભાઇ અને (આરોપી મરણ જનાર:-સતારભાઈ પાયક) પોતાના હવાલા વાળુ GJ-12-EK-6635 નંબરના બાઈક પર જતા હતા. આરોપી બાઈક ચલાવતા હોય જેને બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજા માનવની જીંદગી જોખમાય તે રીતે ચલાવી રોડ પર ખાડો આવી જતા બાઈક સ્લીપ ખાઇ જતા ફરીયાદી સુભાનભાઈને માથા ભાગે ઈજા પહોચી હતી તેમજ બાઈક ચાલક સતારભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

