મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળી હતી કે, આરોપી કલ્પેશભાઇ જયંતીભાઇ અઘારા GJ-36-V-8323 નંબરની બોલેરો કારમાં ઘર વપરાશના સામાનની આડમાં ચોર ખાનામાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરી GJ-36-AJ- 3900 નંબરની સ્કોરપીયો કારમાં આગળ આગળ પાયલોટીંગ કરી આ બન્ને ગાડીઓ સાથે વાંકાનેર બાઉન્ટ્રી તરફથી નિકળી અને મોરબી તરફ જનાર છે, તેવી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર IBIZA કારખાના પાસે રાણેકપર ગામના બોર્ડ પાસે રોડ બાતમીવાળી બંને વાહનો પીકઅપ બોલેરો તથા સ્કોર્પીયો કાર નિકળતા તેમાં પીકઅપ બોલેરો ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી બિયર ટીન નંગ- 1680 કિ.રૂ. 3,69,600 તેમજ અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. 17,19,600નો મુદામાલ મળી આવ્યો હતો, આ મુદામાલ સાથે આરોપી કલ્પેશકુમાર જયંતીભાઇ અઘારા, કલ્પેશભાઇ ઉર્ફે બાબો જેઠાભાઇ કલોતરા અને યોગેશભાઇ શનાભાઇ સીસા રહે. ત્રણે જુના દેવળીયા તા. હળવદવાળાને પોલીસે ઝડપી લીધા હતા તેમજ આરોપીઓની પુછપરછ કરતા અન્ય એક શખ્સ વિજયભાઇ જયંતીભાઈ અધારા રહે.જુના દેવળીયા ગામ તા.હળવદવાળાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

