Saturday, October 25, 2025
HomeGujaratCentral Gujaratમોરબી રાજકોટમાં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટની તપાસ યથાવત, 3 લોકરમાં 50 લાખની...

મોરબી રાજકોટમાં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટની તપાસ યથાવત, 3 લોકરમાં 50 લાખની જ્વેલરી તેમજ 300 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા

મોરબી અને રાજકોટમાં સિરામિક બાંધકામ તેમજ લેન્ડ ડેવલપના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીના કારખાના ઘર અને વ્યવસાયના અલગ અલગ સ્થળે રાજકોટ સુરત અમદાવાદ એમ ત્રણ અલગ સ્થળની સયુંકત ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.

મોરબી-રાજકોટના જાણીતા લેવીસ, લીવા અને મેટ્રો ગ્રુપ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા 47 સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા દરોડા હવે અંતિમ તબક્કામાં છે. દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે,અને સમગ્ર કવાયત આવતીકાલે સવાર સુધીમાં પૂરા થવાની શક્યતા છે.

સિરામિક ગ્રુપના સંચાલકોએ મોટા પાયે કરચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ કબૂલાત બાદ હવે હિસાબોની વિગતવાર ચકાસણી અને કરચોરીની રકમ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લેવાયેલા આ પગલાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. દરોડા દરમિયાન, 25 જેટલા રહેણાંક સ્થળો, 5 ઓફિસ અને બાકીના ફેક્ટરી યુનિટ્સ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એકસાથે અનેક ટીમો દ્વારા તપાસ કરવામાં આવતા કરચોરોને છુપાવવાનો મોકો મળ્યો ન હતો.

આ તપાસ દરમિયાન, ઈન્કમટેક્સ વિભાગને કુલ 25 જેટલા લોકર મળી આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 3 લોકર ખોલવામાં આવ્યા છે. આ લોકરમાંથી 50 લાખ રૂપિયાની કિંમતની જ્વેલરી મળી આવી હતી, જેને તાત્કાલિક સીઝ કરવામાં આવી છે. બાકીના 22 લોકર ખોલવાની પ્રક્રિયા આગામી બે દિવસમાં હાથ ધરવામાં આવશે, જેનાથી વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની સંભાવના છે. આ લોકરનું લિસ્ટ અને ચકાસણી માટેનો રિપોર્ટ રાજકોટ વિંગને મોકલી દેવામાં આવ્યો છે.

ઈન્કમટેક્સ વિભાગે મોરબીમાં પણ વધુ બે થી ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરોડા સિરામિક ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય સપ્લાયર્સ અને ભાગીદારો સુધી ફેલાયા છે. આ નવા દરોડાથી સ્પષ્ટ થાય છે કે કરચોરીનું આ નેટવર્ક ઘણું મોટું અને વ્યાપક છે. મોરબીમાં ચાલી રહેલી તપાસમાં નવા નામો પણ સામે આવી રહ્યા છે.હાલમાં ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કરેલા હિસાબી ચોપડા, કમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ, અને ડિજિટલ ડેટાની ચકાસણી બાકી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ કરચોરીનો ફાઈનલ આંકડો ઘણો વધી શકે છે.હાલ પ્રાથમિક તપાસમાં 300 કરોડથી વધુનો આંકડો સામે આવ્યો છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,140SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page