મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંસદસભ્ય ચંદુભાઈ શિહોરના અધ્યક્ષસ્થાને 17 સપ્ટેમ્બરના રોજ “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન “અંતર્ગત મેડીકલ કેમ્પ અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવી છે .આ કેમ્પમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતું .આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાંત,હાડકાના રોગ નિષ્ણાંત,મેડીકલ ઓફિસર દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવેલ. આ કેમ્પમાં કુલ 174 લાભાર્થીઓને આરોગ્ય વિવિધ સેવાનો લીધો હતો
.