HomeGujaratઅમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના સૂત્રધારે ચાલતી બોલેરોમાં પોલીસ સાથે ઝપાઝપી, PI ની રિવોલ્વર...

અમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના સૂત્રધારે ચાલતી બોલેરોમાં પોલીસ સાથે ઝપાઝપી, PI ની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં જમીન દલાલનું અપહરણ કરીને રૂ 52 લાખની ખંડણીની રકમ લઈ ફરાર થયેલા સંગ્રામસિંહ સિકરવાર નામના શખ્સને ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે તપાસ માટે લઈને જતી હતી રસ્તા રિવરફ્રન્ટ પર પહોંચતા ચાલુ બોલેરામાં આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થયાં હતાં, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટનામાં બે પોલીસકર્મીને પણ ઈજા પહોચતા તેઓ સિવિલમાં સારવાર લઈને જતાં રહ્યાં છે. હાલમાં આરોપી સારવાર હેઠળ છે અને સ્થિતિ પણ સ્થિર છે. હોસ્પિટલમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આરોપી સંગ્રામસિંહ વિરુદ્ધ હત્યા મારામારી અને લૂંટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. સંગ્રામસિંહ આર્મીની ટ્રેનિંગ લઈ ચૂક્યો છે અને તેનો ભાઈ પણ આર્મીમાં છે. હથિયારો કેવી રીતે ચલાવવા તે અંગે સારી રીતે જાણે છે, જેના કારણે આ પ્રયાસ કર્યો હતો. માર્ચ મહિનામાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે ગેંગ દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, તેમાં સંગ્રામસિંહ ગેંગ સામે હુમલો કરવાનો પ્રયાસ કરવાના હતા. વસ્ત્રાલમાં માથાભારે તત્વ છે અને એની સામે ગુના નોંધાયેલા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW