HomeGujaratબાયડ નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા એક પરિવારના ૩ સભ્યોના...

બાયડ નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા એક પરિવારના ૩ સભ્યોના મોત

બાયડ અમદાવાદ રોડ પર ગઈકાલે સાંજના સમયે એક બાઈક અને પુર ઝડપે આવેલી કાર વચ્ચે અક્સમાત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ પતિ પત્ની અને 7 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ગાવડીયા ગામના યોગેશભાઈ લુજાભાઈ વસૈયા તેના પત્ની નીરૂબેન અને સાત વર્ષનો આરવ ત્રણેય બાઈક પર બાયડ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે જીજે ૦૧ એચ વાય ૦૮૦૪ નમ્બરની કાર ના ચાલકે ટક્કર મારતા ત્રણેય લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માત બાદ કારચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આંબલિયારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમનાં પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરી છે. પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW