મોરબી શહેરમાં દિન પ્રતિદિન વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે જેની કારણે વીજ ગ્રાહકોની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે . સતત વધી રહેલા વીજ કનેક્શન અને ફીડરના કારણે શહેરના હાલના બન્ને સબ ડિવિઝન ઉપર કામનું ધારણ રહે છે જેને પગલે શહેરમાં વધુ એક સબ ડિવિઝન મંજૂર કરવામાં આવે તેવી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સમયાંતરે રાજ્યના ઉર્જા મંત્રી તેમજ PGVCL માં રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ને મંજૂરીની મહોર મળી ગઈ છે પીજીવીસીએલ દ્વારા મોરબી શહેરના હાલમાં કાર્યરત બે સબ ડિવિઝનના વિભાજન કરી ટાઉન સબ ડિવિઝન 3 મંજૂર કરવામાં આવ્યું છે. નવા સબ ડિવિઝન મંજૂરી મળવાથી શહેરીજનોને વધુ ઝડપથી અને સારી સુવિધાઓ મળી શકશે તેમજ સ્થાનિક તંત્રને પણ વહીવટી સરળતા રહેશે ધારાસભ્યની આ રજૂઆત સફળ થતાં તેઓએ રાજ્ય સરકાર અને પીજીવીસીએલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો

