મોરબી-જેતપર હાઈવે રોડ ઉપર GJ-08-AW-6203 નંબરની મહીન્દ્રા બોલેરો કારનો ચાલકે કાર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ડીવાઈડર ક્રોસ કરતા GJ-01-DG-1258 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક પીઠાભાઈને શરીરે માથાના ભાગે તથા હાથે પગે ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ તે બોલેરો કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

