HomeGujaratકચ્છ-મોરબી હાઈવે રોડ પર સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂની 420 બોટલો સાથે એક...

કચ્છ-મોરબી હાઈવે રોડ પર સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂની 420 બોટલો સાથે એક શખ્સની ધરપકડ

માળીયા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કચ્છ તરફથી મહિન્દ્રા કંપનીની સ્કોર્પીઓ એન GJ-03-ML-4507 નંબર વાળીમાં ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જનાર છે, તેવી બાતમીના આધારે પોલીસ માળીયા સુરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છ-મોરબી હાઇવે રોડ ઉપર જરૂરી વોચમાં હોય તે દરમિયાન બાતમીવાળી કાર મળી આવતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- 420 કિ.રૂ. 5,50,800 અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. 15,58,800ના મુદામાલ સાથે એક ઇસમ દિપકભાઈ ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી ઉ.વ. 34 રહે. જામનગર વાળાને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW