વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલું એક તરણેતર ગામ છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે ફેમસ છે, તરણેતરનો મેળો પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે આ મેળામાં તરણેતરનો મેળો મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે.
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આ વર્ષે 26,27 અને 28 ઓગસ્ટના રોજ યોજાશે આ મેળામાં પશુપાલન ખાતા અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.હરિફાઈમાં ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓ ભાગ લઈ શકશે. પશુચિકિત્સા અધિકારી દ્વારા ગુણવત્તાને આધારે પશુઓની પસંદગી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાના સુર્યનગરનનાં નિપુલભાઈ મકનભાઈ પરમારની ગિર ગાયને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે અને રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તો સાથે ગત વર્ષે પ્રવીણભાઈ મકનભાઈ પરમારની
ગિર ગાયને દ્રિતીય સ્થાન મળ્યું હતું અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આમતો સુર્યનગરના સરપંચ મકનભાઈ પરસોતમભાઈ પરમાર વર્ષોથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને ગિર ગાયનો તબેલામાં કેટલીય ગાયો આવેલી છે ત્યારે આજે તરણેતર ખાતે પશુ નિદર્શન હરીફાઈમાં પ્રથમ સ્થાન ગિર આપવામાં આવ્યું હતું. આ તકે સાસંદ ચંદુભાઈ સિહોરા,કિરીટસિહ રાણા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.



