વાંકાનેરની જ્ઞાનગંગા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક છાત્રને શાળાના સંચાલક બહાર નાસ્તો કરતા જોઈ જતા સંચાલક ગુસ્સે ભરાયો હત અને તેની સાથે ક્રૂર વર્તન કરી તેને બેફામ શબ્દો કહી પ્રાઈવેટ પાર્ટ પર લાત મારી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા સગીર છાત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે છાત્રના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં રહેતા અને એક ફેકટરીમાં સફાઈ કર્મી તરીકે કામગીરી કરતા મહેન્દ્ર નટુભાઈ સરેંશા નામના સફાઈ કર્મીનો પુત્ર પ્રથમ શહેરની જ્ઞાન ગંગા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હોય ગત તા 26ના રોજ પ્રથમ રાબેતા મુજબ સવારે શાળાએ ગયો હતો. બાદમાં બપોરે શાળાએથી પરત ફરી શહેરના સ્ટેચ્યુ ચોકમાં નાસ્તો કરવા ગયો હતો પ્રથમ શાળાના યુનિફોર્મમાં નાસ્તો કરતો હતો. તે દરમિયાન શાળાના સંચાલક યોગેન્દ્ર સિંહ ઝાલા પ્રથમને જોઈ જતા તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો હતો. ત્યાં પહોચી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તમે ભણવાને લાયક નથી તેમ કહી ખખડાવ્યો હતો અને દરમિયાન ગુસ્સામાં સગીર પ્રથમના પ્રાઈવેટ પાર્ટ પર પાટું મારતા સગીર ત્યાં જ ચક્કર આવતા ત્યાં જ બેસી ગયો હતો. જે બાદ શાળા સંચાલક ત્યાંથી નીકળી ગયો હતો. છાત્રના પિતાને સિદ્ધાર્થ નામના શખ્સે સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ દરમિયાન પ્રથમ ઘરે પરત ફર્યો હતો ત્યારે તબિયત લથડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
બનાવ બાદ છાત્રને પિતા શાળા સંચાલક યોગેન્દ્ર સિંહ ઝાલા વિરુદ્ધ બી એન એસ કલમ 115 (2) એટ્રોસિટી એક્ટ (3) 1 R,S, 5-A તેમજ જુવેનાઇલ જસ્ટીસ એકટ 75 મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

