મોરબી શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તા મુદે ફરિયાદ સતત વધતી રહે છે અગાઉ જે ફરિયાદ નગરપાલિકા હદ સુધી હતી પણ હવે મહાનગરપાલિકા બનતા જે નવા વિસ્તાર ભળ્યા છે ત્યાંથી પણ ફરિયાદો વધી છે. મનપા દ્વારા પેચવર્ક કરી રોડ કરવામાં આવ્યા હોવાના દાવા તો કરાયા છે પણ દાવા કેટલા સાચા છે? તે થોડા ઘણા વરસાદમાં જ સામે આવી જાય છે સાતમ આઠમ ના તહેવારથી શરુ થયેલ મેઘ સવારી જિલ્લાભરમાં ચાલુ છે જોકે હાલ ધોધમાર વરસાદ ને બદલે માત્ર હળવા ઝાપટા જ રૂપે પાણી વરસી રહ્યું છે જોકે આટલું પાણી પણ જાણે મોરબીના માર્ગો માટે મુસીબત બન્યું હોય તેમ અલગ અલગ વિસ્તારમાં મનપાએ કરેલા પેચ વર્ક થોડા વરસાદમાં ધોવાઇ ગયા છે અને મોટાભાગના રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે શહેરના રવાપર ઘુનડા રોડ, નાની કેનાલ રોડ, સામા કાંઠે જૂની પોસ્ટ ઓફીસથી નઝર બાગ રેલ્વે ફાટક, રેલ્વે ફાટક થી ભડિયાદ કાંટા સુધીના રોડ રણછોડનગર વિસ્તાર તેમજ વિસીપરા મેઈન રોડ સહિતના મોટાભાગના રોડ ધોવાઇ ગયા છે રોડ પર પડેલા મસમોટા ખાડામાં વાહન ચલાવીને જવું તો દુર ચાલીને જઈ ન શકાય તેવી સ્થિતિ બની છે મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોની હાલત દયનીય બની છે

