સરકારના બાગાયત ખાતાની વર્ષ 2025-26 માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ)), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, નાની નર્સરી (0.4 થી 1 હે.), નોન-પ્રેશરાઇઝ્ડ રાઇપનીંગ ચેમ્બર CS-3, પ્રી કૂલીંગ યુનિટ, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, સોલાર ક્રોપ ડ્રાયર (24 કલાકના બેકઅપ સાથે), મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ, રાજ્યમાં જુથ/ગ્રામ્ય કક્ષાએ ફળ -શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના સહિતની યોજનાઓમાં લાભ લેવા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા તા. 01/09/2025 સુધી આઇ-ખેડૂત પોર્ટલ 2.0 ( http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
બાગાયતદારોને આ વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ 2.0 (http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના ખાતે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.


