માળીયા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળિયાના ભીલવાસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં શેરીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હિતેષભાઇ દેવજીભાઇ ચાવડા, રજાકભાઇ જુમાભાઇ સર્વદી, યાશીનભાઇ અલ્યાસભાઇ ભટી અને શેરમામદભાઇ ઉર્ફે શેરો હારૂનભાઇ કટીયા નામના ચાર શખ્સોને રોકડ રૂ. 940ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.


