કેન્દ્ર અને રાજ્યની સરકાર આગામી વર્ષોમાં રમત ગમત ને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે જેના કારણે ગુજરાત રમત ગમત ક્ષેત્ર માં નવી ઓળખ ઉભી કરવા તૈયાર થઇ રહ્યું છે તેમાં અમદાવાદ અગ્રેસર ભૂમિકામાં રહેશે હેરિટેજસિટી અમદાવાદ માં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે 2025 માં કોમનવેલ્થ વેઇટ લીફટીંગ ચેમ્પીયનશિપ 2025નું આયોજન થશે. આ ઉપરાંત એશિયન એક્વાટીક ચેમ્પીયનશિપ એશિયન કપ કવોલિફાયર મેચ એમ ત્રણ મોટી ઇવેન્ટ યોજાશે જેમાં વિશ્વ ભરના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે.
અમદાવાદ ના નારાણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઑગસ્ટ દરમિયાન કોમન વેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પીયનશિપ નું આયોજન છે જેમાં 29 દેશના 350 ખેલાડીઓ ભાગ લેશે. ત્યાર બાદ સપ્ટેબર -ઓકટોબર માં એશિયન એકવાટિક્સ ચેમ્પીયનશિપ 2025 યોજાશે જેમાં ચીન ,જાપાન અને કોરિયા દેશ ના તરવૈયા ભાગ લેશે
ભારત 22 થી 30 નવેમ્બર 2025 દરમિયાન આયોજિત AFC-U 17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 કવોલિફાયર ના સાતમા યજમાન દેશમાનો પૈકી એક દેશ છે ભારત માં આયોજેટ તમામ મેચ અમદાવાદ ના ટ્રાન્સ સ્ટેડીયમ એરેના ખાતે યોજાશે અમદાવાદ માં યોજાનાર કવોલિફાયર માં ગ્રુપ D ની મેચ યોજશે જેમાં ભારત ,ઈરાન ,પેલેન્સ્ટાઇન ,ચાઈનીઝ ,તાઈપેઈ અને લેબનોન જેવા દેશ ભાગ લેશે.
વર્ષ 2026માં એશિયન વેઇટ લીફટીંગ ચેમ્પીયનશિપ 2026 અને આર્ચરીક એશિયા પેરાંકપ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ નું પણ અમદાવાદ માં આયોજન થશે આમ આ તમામ ઇવેન્ટ રાજ્ય ને મલ્ટી સ્પોર્ટ્સ હાઈ પર્ફોમન્સ સ્થળ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.


