રાજ્ય માં ચાલુ ચોમાસુ સીઝન માં સાર્વત્રિક વરસાદ ના પરિણામે તા.18 ઑગસ્ટ 2025ની સ્થિતિ એ સરદાર સરોવર સહીત રાજ્ય ના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઇએલર્ટ એટલે કે 70 થી 100% વચે ભરાયા છે જયારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિગ પર મુકવામાં આવ્યા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 76.40% જળસંગ્રહ ઉપલબ્ધ છે
ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 % વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 72% વરસાદ દક્ષિણ ગુજરાતમાં જયારે ઉત્તર ગુજરતમાં 71% કચ્છ માં 70% પૂર્વ મધ્ય માં 69% જયારે સૌરાષ્ટ્ર 63% થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે છેલ્લા 24કલાકમાં રાજ્કોયના ધોરાજીમાં 3 ઇંચ થી વધુ માળિયા- હાટીના 2 ઇંચ થી વધુ જયારે ડાંગ આહવા ,અબડાસા ,કામરેજ અને સુબીર તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ થયો છે તેમ, સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર – એસ ઈ ઓ સી,ગાંધીનગર ની દ્વારા જણાવ્યું છે .
ગુજરાત માં નોંધપાત્ર વરસાદ ના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ 87 % થી વધુ વિસ્તારમાં ખરીફ – ચોમાસુ વાવેતર કરવામાં આવ્યું છે .જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જયારે બીજા કર્મમાં 2.73 લાખ હેક્ટર માં સોયાબીન જયારે કર્મ માં 8.43 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગર નું વાવેતર કરવામાં આવ્યું છે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયુ છે. ગુજરાતના માછીમારો તા.18 થી 21 ઑગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા આઈ એમ ડી દ્વારા જણાવાયું છે વરસ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.


