મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલ .એ.જે.મીનરલ્સ કારખાના પાસેના રોડ પર ગત તા.-07/08/2025ના રોજ GJ-36-X-3131 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી GJ-36-AM-7422 નંબરના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ખોડીદાસભાઇ ચંદુભાઇ ચૌધરીને માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિજયભાઈ ચૌધરીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

