મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી વાવડી રોડ પર મીરાપાર્કમાં બે કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેડ કરતા ત્યાંથી બે કારમાંથી વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી હતી. આ મુદામાલ સાથે કિશનસિંહ ઉદેસિંહ સિસોદિયા, પ્રતિપાલસિંહ મહેશસિંહ જીલુભા અને રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. 96 વિદેશી દારૂની બોટલો અને બે કાર સહીત કુલ રૂ. 10,24,800નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

