માળીયા મિયાણા શહેરના એક યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી યુવતીના પિતાએ પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતરાઈ ભાઈ પર ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા જોકે આરોપીઓએ કરેલું ફાયરીંગ મિસ થઇ જતા યુવકને ઈજા પહોચી ન હતી પરંતુ બનાવ બાદ યુવકનું બ્લડ પ્રેશર વધી જતા પ્રથમ માળિયા સિવિલ બાદ મોરબી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
માળિયા મિયાણામાં હુસેન શા પીર દરગાહ પીર નજીક રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા સલીમ દિલાવર જેડા નામનાના પિતરાઈ ભાઈ સિકંદર જેડાએ એક યુવતીને ભગાડી પ્રેમ લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી યુવતીના સબંધીઓએ જીજે 01 કે એફ 2426 નંબરની કાર સાથે ત્યાં પહોચ્યા હતા અને વલી મહમદ મોવર નામના એક શખ્સે જામગરી બંધુકથી તેના પર ફાયરીંગ કરતા ચકચાર મચી ગઈ હતી બંધુક માંથી છુટેલી ગોળી સદ નસીબે યુવકને લાગવાના બદલે મિસ થઇ જતા મોટી ઘટના થતા અટકી હતી પરંતુ ઘટનાને પગલે યુવક ગભરાઈ ગયો હતોં ને તેનું બ્લડ પ્રેશર પણ ડાઉન જતું રહેતા તાત્કાલિક સારવાર અર્થે માળિયા સિવિલ બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ બાદ માળિયા મિયાણા પોલીસે આર્મ્સ એકટ અને અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી આરોપી વલી મહમદ વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી બનવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

