રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુને વધુ સુધારો થાય ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે કડક એક્શન લઇ સામાન્ય લોકો વધુને વધુ સુરક્ષાનો અહેસાસ કરે તેવા હેતુથી રાજ્ય ગૃહ મંત્રી અલગ અલગ જિલ્લાની મુલાકાત લઇ લોકોની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો. તેમજ રાજ્યના અલગ અલગ સ્થળે પત્રકારો પ્રબુદ્ધ નાગરિકો સાથે ટેલીફોનીક ચર્ચા કરી પોલીસની કામગીરીનો રીવ્યુ લેવામાં આવી રહ્યો છે ત્યારે હવે રાજ્ય પોલીસ વડા દ્વારા વધુ એક પ્રયાસ કર્યો છે.ડીજીપી એક્સ પ્લેટફોર્મ પર આદેશ કર્યો છે કે રાજ્યના દરેક જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથકના ઇન્ચાર્જને આગામી 10 ઓગસ્ટના રોજ દરેક પોલીસ મથકના સરપંચ સાથે મીટીંગ કરવા આદેશ કર્યો છે
છેલ્લા કેટલાક સમયથી પોલીસ લોકોની ફરિયાદ વધુનો વધુ હકારાત્મક ઉકેલ આવે તેવા પ્રયાસ કરાઈ રહ્યો છે તે આવકાર દાયક છે. જોકે સૌથી મોટો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારમાં જેટલો પ્રશ્ન કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે તેટલો પ્રશ્ન અન્ય વિભાગનો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત વિભાગ પાણી પુરવઠા વિભાગ વીજળી વિભાગ રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય સહિતના અનેક પ્રશ્નો રહે છે તો જે રીતે પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના સરપંચની મીટીંગ કરે છે તે રીતે જિલ્લા કલેકટર, ડીડીઓ સ્થાનિક મામલતદાર ટીડીઓ વગેરે વિભાગ દ્વારા પણ મીટીંગ કરવી જરૂરી છે લોકોની સુવિધા માટે આ મીટીંગ કરવામાં અવ તે જરૂરી છે.


