HomeGujarat6 વર્ષની બાળકીને ચેહરા પર કૂતરું કરડતા આયુષ હોસ્પીટલમાં ખસેડાઈ, પ્રાથમિક સારવાર...

6 વર્ષની બાળકીને ચેહરા પર કૂતરું કરડતા આયુષ હોસ્પીટલમાં ખસેડાઈ, પ્રાથમિક સારવાર તેમજ પ્લાસ્ટીક સર્જરીની સફળ સારવાર કરાઈ

માળિયા તાલુકાના એક ગામમાં 6 વર્ષની છોકરી રસ્તા પર ચાલતા ઘેર જતી હતી, ત્યારે શેરીના કૂતરાએ ચહેર પર બચકા ભરી ખરાબ રીતે જખમ બનાવી દીધા હતા. આયુષ હોસ્પિટલમાં કૂતરું કરડવાની સારવાર કર્યા બાદ પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા 100 થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક સર્જરી કરી ચહેરા ને વ્યવસ્થિત કરી આપવામાં આવ્યો હતો.

ડૉ.આશિષ હડિયલ ના કહેવા મુજબ જો કૂતરું કરડ્યા પછી જો હડકવા થઇ જાય તો દર્દી નું બચવું લગભગ અશક્ય છે. હડકવાના વાયરસ સીધા મગજ પર અસર કરે છે. સદનસીબે કૂતરું કરડે અને હડકવા થાય એ વચ્ચેના સમયગાળામાં તેને અટકાવવા માટે એક મોકો મળતો હોય છે…

કૂતરું કરડ્યા પછી હડકવા થી બચવા શું કરવું જોઈએ?

1. તાત્કાલિક સાબુ અને પાણી થી 15 થી 20 મિનીટ સુધી ઝખમને ધોવો
2. ઝખમને ધોયા પછી તાત્કાલિક હોસ્પિટલ એ પહોંચવું જોઈએ.
3. હોસ્પિટલમાં ઝખમ ને તપાસ કરી શ્રેણી નક્કી કરવામાં આવે છે.

શ્રેણી – 1. કોઈ ખાસ સારવાર ની જરૂર નથી હોતી.

શ્રેણી – 2. હડકવા ની રસી (ARV) આપવામાં આવે છે.

શ્રેણી – 3. હડકવા ની રસી (ARV)+ ઇમ્યુનોગ્લોબ્યુલિન (RIG) આપવામાં આવે છે.

4. સામાન્ય રીતે ઝખમ ને ટાંકા લેવામાં આવતા નથી. પણ જો બહું જરૂરી હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન આપીને થોડા કલાકો પછી ટાંકા લેવામાં આવે છે.

હડકવા જેવી જીવલેણ બીમારી ને અટકાવવા કૂતરું કરડ્યા પછી તાત્કાલિક હોસ્પિટલ જઈ નિષ્ણાંત ડૉક્ટર ને બતાવવું જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW