મોરબીમાં આવતી કાલે PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડરમાં સવારે 07:30 વાગ્યા થી બપોરના 03:30 વાગ્યા સુધી નવી લાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામની કામગીરી માટે વીજપુરવઠો બંધ રહેશે. જેમાં હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર (ઉમીયા નગર), જીઆઇડીસી, ચિત્રકૂટ સોસાયટી, પંચવટી સોસાયટી, સારસ્વત સોસાયટી, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલની આજુબાજુનો વિસ્તાર, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન 1 થી 3 જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.
તેમજ મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળના પરશુરામ ફીડરમાં નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 7 થી બપોરે 3 કલાક સુધી વીજકાપ રહેશે. જેમાં પરશુરામ ફીડર:- શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો
આ ઉપરાંત મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 30/07/2025 બુધવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે. જેમાં હરિપર જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી વાગ્યા સુધી પાવર બંધ રહેશે.આ મુજબના ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

