માળીયા પોલીસ ટીમ નાસતા ફરતા ઈસમને ઝડપી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતા લીસ્ટેડ આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત વાળાનું નામદાર કોર્ટ તરફથી ભારતીય નાગરીક સુરક્ષા સહીતા કલમ-72 મુજબનું વોરંટ મેળવી આરોપીને પકડવા હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સાધનનો ઉપયોગ કરી પોલીસને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી કે, માળીયા પોલીસ મથકના પ્રોહીબીશનનો છેલ્લા ત્રણ મહીનાથી નાસતો ફરતો આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત હાલ માળીયાની આરામ હોટેલ પાસે હોવાની ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે પોલીસે ઇસમની તપાસ કરતા આરોપી મળી આવતા પ્રોહીબીશનના ગુના અન્વયે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

