મોરબી શહેરનો છેલ્લા દોઢથી બે દાયકા દરમિયાન ઝડપથીવ વિકાસ થયો છે અગાઉ શહેર માત્ર મચ્છુ નદીના પશ્વિમ સાઈડ વિકાસ પામી રહ્યું હતું પણ સિરામિક ઉદ્યોગના વિકાસ અને તેમજ મુખ્ય શહેરમાં વધતા ટ્રાફિક જામની સમસ્યાના કારણે ધીમે ધીમે શહેરનો પૂર્વ ભાગ પણ વિકસી રહ્યો છે હાલ શહેરનો સામાં કાંઠા વિસ્તારની વસ્તી સતત વધી રહી છે અને તેના કારણે પીવાના પાણીની જરૂરિયાત પણ સતત વધી રહી છે અને આ કારણે પાણીના નવા સ્ત્રોત રૂપે મહા નગર પાલિકા દ્વારા રાજાશાહી સમયના પીવાના પાણી માટે ના સ્ત્રોત એવા પાનેલી તળાવને વિકસાવવા ત્યાંથી પમ્પીંગ કરી પાઈપ લાઈન મારફતે શોભેશ્વર ખાતેના પમ્પીંગ સ્ટેશન સુધી લાવી સામા કાઠા વિસ્તારમાં વિતરણ નું આયોજન કરાયુ હતું ગત બજેટમાં આ કામગીરી પણ આયોજનમા મુકાઇ હતી હવે મનપા દ્વારા આ કામગીરીને જરૂરી મંજુરી આપી દેવામાં આવી છે
પાનેલી તળાવના પાણીને શુદ્ધ કરી વિતરણ કરી શકાય તે માટે 25 MLDની ક્ષમતા સાથેના ફિલ્ટર પ્લાન્ટ નું નિર્માણ કરવા નવું પમ્પીંગ સ્ટેશન તેમજ પાઈપલાઈન નેટવર્ક પાથરવા સહિતની કામગીરી માટે રૂ 40.47 કરોડની જોગવાઈ કરી છે આ કામગીરી


