HomeGujaratમોરબીના જુના ફડસરમાં મંદિર પાછળના ખંઢેરમાં બુટલેગરે છુપાવ્યો 291 બોટલ દારૂ, પોલીસે...

મોરબીના જુના ફડસરમાં મંદિર પાછળના ખંઢેરમાં બુટલેગરે છુપાવ્યો 291 બોટલ દારૂ, પોલીસે કર્યો રૂ. 3.97 લાખનો મુદામાલ જપ્ત

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, જયેશભાઇ વજાભાઇ બાળા રહે. ફડસર ગામ તા.જી.મોરબી વાળાએ બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને તેને આ ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાના જુના ગામ ફડસર ગામમાં આવેલ કાળ ભૈરવના મંદીરની પાછળ ખંઢેર ખુલ્લી જગ્યામાં રાખેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઇ ચેક કરતા ત્યાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- 291 કિં રૂ.- 3,97,900નો મુદામાલ પોલીસે જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW