HomeGujaratમોરબી જિલ્લાના ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે...

મોરબી જિલ્લાના ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AS, GJ36AQ, GJ36AN, GJ36AM તથા ફોર વ્હીલર માટે GJ36AR, GJ36AL, GJ36AP, GJ36AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X, GJ36V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:- 18/07/2025 થી શરૂ થનાર છે. તા.- 18/07/2025 થી તા. 20/07/2025 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. 20/07/2025 થી તા. 22/07/2025 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. 22/07/2025ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW