મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક UP-21-BN-8121 નંબરનો ટ્રક રાજકોટ તરફ નીકળનાર છે. જે ટ્રકમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી ટ્રકને કોર્ડન કરી રોકી ચેક કરતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 4,896 કિ.રૂ.- 40,40,400 તથા બિયર ટીન નંગ- 11,436 કિ.રૂ.- 20,60,640 મળી કુલ કિ.રૂ.- 61,01,040નો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.- 88,11,040ના મુદામાલ સાથે આરોપી નૌસાદ આબીદભાઇ અફસરભાઇ તુર્ક અને કુંવરપાલ મહેશ યાદવ રહે. ઉત્તરપ્રદેશવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર ભાઈ જાન નામના શખ્સનું નામ ખુલતા ત્રણેય ઈસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.