મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, RJ-36-GA-9523 નંબરનો એક ટ્રક મોરબી-વાંકાનેર હાઇવે રોડ ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા નજીક હોય, જે ટ્રકમાં માટીની આડમાં ઇંગલિશ દારૂનો જથ્થો ભરેલો હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ તે સ્થળે પહોંચી તે ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-816 કિંમત રૂ. 8,97,600નો મુદ્દામાલ તેમજ ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.- 29,34,204 ના મુદ્દામાલ સાથે આરોપી રવજીતસિંહ રૂપસિંહ રાવત અને અબ્દુલ શ્રવણસિંહ હરભુસિંગ મેરાતને પોલીસે પકડી લઈ પૂછપરછ કરતા અન્ય બે શખ્સો માલ મોકલનાર- રાહુલ સિંગ ઉર્ફે ડેની રાવત અને માલ મંગાવનાર ઉદય ઉદયભાઇ જોરુભાઈ કરપડાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

