HomeGujaratચરાડવામાં એવું તો શું બન્યું કે પિતાએ પુત્રનું ગળું દબાવી કરી હત્યા

ચરાડવામાં એવું તો શું બન્યું કે પિતાએ પુત્રનું ગળું દબાવી કરી હત્યા

મોરબી જિલ્લામાં ફરી એકવાર સબંધોની હત્યા થઇ હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ચરાડવા માં રહેતા એક આધેડ પિતાએ તેના યુવાનને પુત્રનું ગળું દબાવી હત્યા કરી હતી જોકે હત્યા પાછળ પુત્ર કામ ધંધો ન કરતો હોય અને આ બાબતે બન્નેને વચ્ચે ઝઘડો થતા કંટાળી પિતાએ પુત્રનું દોરી વડે ગળું દબાવી ઢીમ ઢાળી દીધું હતું બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં રહેતા દેવજીભાઈ કરશનભાઈ સોલંકી નામના આધેડ અને તેના પુત્ર મનોજને નાની બાબતે બોલાચાલી થતી હતી પિતા દેવજીભાઈ પુત્રને કામ ધંધો કરવા અનેક વખત સમજાવતા હોવા છતાં પુત્ર કામ ન કરતો હોય અને રખડપટ્ટી કરતો હોવાથી પિતાએ તેને ગઈકાલે બપોરના સમયે ઠપકો આપ્યો હતો જે બાદ પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ પિતાનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો હતો અને દોરી વડે ગળું દબાવી હત્યા કરી હતી ઘટના બાદ પિતાએ તેના સંબંધીને જાણ કરતા તેઓ ચરાડવા હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ બાદ પિતા દેવજીભાઈ વિરુદ્ધ હળવદ પોલીસે હત્યાની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW