HomeGujaratમોરબી-માળિયા હાઈવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો,...

મોરબી-માળિયા હાઈવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો, એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ ટીમ મોરબી-માળીયા રોડ નાગડાવાસ ગામના પાટીયા પાસે વોચ હોય તે દરમિયાન RJ-52-GA-9354 નંબરનો ટ્રક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. જે ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 48 ઇગ્લીશ દારૂની બોટલો અને 144 બીયર ટીન મળી કુલ રૂ.- 1,14,720નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂ-બીયરનો જથ્થો તેમજ ટ્રક સહિત કુલ રૂ.- 11,24,720નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી ટ્રકના ચાલક સાજનસિંગ ઉર્ફે કાળુંસિંગ રોડાસિંગ કાઠાતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW