માળીયા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી (ઉ.વ.34)નું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે અન્વયે ઇસમની અટકાયત કરવા માટે એલ.સી.બી.સ્ટાફની ટીમ બનાવી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

