21મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે મોરબીની દોશી અને ડાભી હાઈસ્કૂલ ખાતે શાળામાં કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
શાળાના વ્યાયામ શિક્ષક એન. ડી. ગઢીયાએ સૌને પ્રાણાયામથી શરૂઆત કરાવી. ત્યાર બાદ યોગાસનોમાં ઊભા ઊભા, બેઠા બેઠા અને સૂઈને કરી શકાય તેવા વિવિધ પ્રકારના આસનો કરાવ્યા. સાથે સાથે પ્રાણાયામ અને યોગાસનો કરવાથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ સમજાવ્યા. વિદ્યાર્થીઓને નિયમિત રીતે યોગ કરી અને પોતાનું શરીર અને મન તંદુરસ્ત તથા સ્ફૂર્તિલું રાખે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું. યોગના અંતે શાળાના આચાર્યશ્રીએ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ તે બાબતે સમજ આપી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી શરૂ થવા પાછળ પ્રાચીન ભારતીય પ્રણાલિકા મુજબની સારા સ્વાસ્થ્ય પાછળ યોગ અને પ્રાણાયામ જવાબદાર હતા એવું સંયુક્ત રાષ્ટ્ર એ નોંધ્યું તેનાં લીધે સંયુક્ત રાષ્ટ્ર એ 21 જૂન 2014ના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની માન્યતા કાયમ કરી, 2015થી આ દિવસ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. શાળાના 710 બાળકો અને શૈક્ષણિક બિન શૈક્ષણિક મળીને 15 જેટલા સ્ટાફ એ એમ કુલ 725 લોકોએ ભાગ લીધો, તેવું શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીની યાદીમાં જણાવવામાં આવ્યું.

