HomeGujaratમાળીયાના નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, બે શખ્સોની ધરપકડ

માળીયાના નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, બે શખ્સોની ધરપકડ

મોરબી એલસીબી પોલીસને ખાનગીરાહે બાતમી મળી કે, આરોપી આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડા વાળો માણસો રાખી નવાગામ થી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબામાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવી વાહનમાં હેરાફેરી કરી કરાવે છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક મહિન્દ્રા પીકઅપ વાહન ઉભેલ હોય જેને કોર્ડન કરી ટોર્ચની લાઇટ કરી જોતા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી જેમાં દેશીદારૂ બનાવવાના ઠંડો તથા ગરમ આથો લીટર 1800 કિ.રૂ. 45000, દેશીદારૂ લીટર- 385 કિ.રૂ. 77,000 અને મહિન્દ્રા પીકઅપ મેકસ લોડીંગ વાહન રજીસ્ટર નં.GJ-36-V-8247 વાળીની કિ.રૂ. 5,00,000 મળી કુલ રૂ.- 6,22,000ના મુદામાલ સાથે બે ઇસમો ફરદીન હાજીભાઇ મહમદભાઇ માણેક (ઉ.વ.19) તથા સાજીદ અયુબભાઇ બાબુભાઇ મીરા (ઉ.વ. 19) રહે. બંને મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાછળ રણછોડનગર મુળ રહે.ધ્રાંગધ્રા જુની મોચીવાડ જી.સુરેન્દ્રનગરવાળાને પકડી લઇ પુછપરછ કરતા અન્ય એક શખ્સ આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડામાં મોરબીવાળાનું નામ સામે આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માળીયા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW