HomeGujaratમોરબી-વાંકાનેરની ડેમુ ટ્રેનની રવિવાર સાંજની ત્રણેય ટ્રીપ થશે રદ્દ

મોરબી-વાંકાનેરની ડેમુ ટ્રેનની રવિવાર સાંજની ત્રણેય ટ્રીપ થશે રદ્દ

ઉદ્યોગ નગરી મોરબી વર્ષોથી અમદાવાદ વડોદરા મુંબઈ સહિતના અલગ અલગ રાજ્યની  લાંબા અંતરની અનેક ટ્રેનની માગણી કરી રહ્યું છે જોકે  મોરબીના લલાટે સમખાવા પુરતી  એક ડેમુ ટ્રેન મળી છે મોરબી વાંકાનેર વચ્ચે દોડતી આ ટ્રેન એટલી જૂનું એન્જીન છે કે જેટલું ચાલે તેના કરતા વધારે બંધ છે  અવાર નવાર ટેકનીકલ ખામીના કારણસર અદ્ધ વચ્ચે ઉભી રહી જતી હોવાથી મુસાફરો અટવાય જતા હોય છે અને તેના કારણે તેઓને હાલાકીનો સામનો કરવો પડે છે

જોકે રેલ્વે તંત્ર દ્વારા  તા. 22 જુનના રોજ રવિવારે સાંજે સાત વાગ્યે વાંકાનેર થી મોરબી આવતી ડેમુ ટ્રેન નંબર 79447, બાદમાં મોરબીથી  વાંકાનેર જતી રાતના 8 વાગ્યાની 79448  અને ફરી રાત્રે 9 :30 વાગ્યે વાંકાનેરથી પરત ફરતી ટ્રેન નંબર 79451 એમ ત્રણેય ટ્રીપ રદ કરી દેવાની સુચના આપવામાં આવી છે અને તેના માટે રેલ્વે તંત્ર દ્વારા ટેકનીકલ કામગીરીનું કારણ આપવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW