મોરબી તાલુકાના લખધીરપુર ગામની સર્વે નંબર 72 /1 પૈકી 1માં મોરબી ડેપ્યુટી કલેકટર દ્વારા નવા ગામ તળને મંજુરી આપેલ હોય જે પૈકી 1 વીઘા જમીનમાં આજ ગામના દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધાર દ્વારા ગેર કાયદે દબાણ કર્યું હતું આ જમીન ગરીબ લાભાર્થીઓના 100 ચોરસ વારના પ્લોટ ફાળવણી માટે નીમ કરવામાં આવી હતી આ જમીન ખાલી કરવા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા નોટીસ પાઠવી દબાણ દુર કરવા સુચના આપવા છતાં સ્વૈચ્છિક રીતે દબાણ દુર ન કરતા આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરતા ડીડીઓ જે એસ પ્રજાપતિના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી પી એસ ડાંગર,વિસ્તરણ અધિકારી વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા , વિસ્તરણ અધિકારી એચ.ડી.રામાનુજ , સીનીયર ક્લાર્ક ડી.સી. દેત્રોજા તથા જિલ્લા પંચાયત કચેરીના લિગલ એડવાઇઝર સંજય નરોલા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યા હતા
આગામી દિવસમાં આશરે 1 વિઘાથી વધારે ગામ તળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ જે જગ્યાએ ગરીબ લાભાર્થીને 100 ચો.વાર પ્લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે


