મોરબી જિલ્લામાં ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓને આકસ્મિક સમયે લોહીની ઘટ્ટ ન સર્જાય તે માટે DDO જે એસ પ્રજાપતિ તથા CDHO ડો.પી કે શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં અલગ અલગ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે ગત તા 17 ના રોજ્ લાઈફ કેર બ્લડ બેન્ક, પ્રા આ કેન્દ્ર જુના દેવળીયા, THO ઓફિસ હળવદના સહયોગથી હળવદ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર જુના દેવળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં રક્તદાતા એકત્ર થયા હતા અને 106 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ તકે મેડિકલ ઓફિસર જુના દેવળીયા તથા PHC ના તમામ સ્ટાફ ના અથાગ પ્રયત્નો થકી જુના દેવળીયા તથા આજુબાજુના ગામોમાંથી સ્ટાફ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરી, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસતા વરસાદ મા લોકો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું અને જિલ્લા વહીવટી તંત્રની અપેક્ષા થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવેલ અને કેમ્પને સફળ બનાવેલ. કેમ્પના અંતે મેડિકલ ઓફિસર જુના દેવળીયા દ્વારા ગ્રામ પંચાયત, તેમજ સ્થાનિક આગેવાનો અને ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

