HomeGujaratમોરબી જિલ્લો 30 જૂન સુધી ટેમ્પરરી રેડ ઝોન જાહેર, ડ્રોન ઉડાડવા પર...

મોરબી જિલ્લો 30 જૂન સુધી ટેમ્પરરી રેડ ઝોન જાહેર, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

સમગ્ર દેશ અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડી સમગ્ર મોરબી જિલ્લાને ટેમ્પરરી રેડ ઝોન જાહેર કરી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ભારત પાકિસ્તાનની સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અનેક નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. આ બાબતને ધ્યાનમાં લેતા સરહદી વિસ્તારવાળા રાજ્યોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા હોવાથી તથા સમગ્ર રાજ્યને ‘ટેમ્પરરી રેડ ઝોન’ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવું જરૂરી હોવાથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુ સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં આગામી ૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલી રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW