રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે અને અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ગતરાત્રિના અલગ અલગ તાલુકાઓમાં હળવા થી મધ્યમ પ્રકારનો વરસાદ વરસ્યો હતો. રાત્રીના સમયે પુણા બે ઇંચ થી પાંચ ઇંચ સુધીના વરસેલા વરસાદને પગલે મોટાભાગના જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે ત્યારે મચ્છુ બે ડેમમાં પણ ગતરાત્રિના 4830 પાણીની આવક નોંધાઈ હતી જોકે આ આવા હાલ સામાન્ય છે પરંતુ ડેમના દરવાજાની રીપેરીંગની કામગીરી ચાલી રહી હોવાથી પાણીનો સંગ્રહ થઈ શકે તેમ ન હોય જેના પગલે મચ્છુ બે ડેમમાંથી આ પાણી રિલીઝ કરવામાં આવશે જેથી સિંચાઈ વિભાગ દ્વારા મોરબી શહેર અને વેચાણમાં આવતા અલગ અલગ ગામના લોકોને એલર્ટ કર્યા છે અને નદીના અવરજવર ન કરવા ન આપવામાં આવી છે હાલ મચ્છુ બે ડેમમાં 254 mcft પાણી ભરાયેલું છે સાવચેતીના ભાગરૂપે પાણી છોડવામાં આવી રહ્યું છે

