મોરબીમાં બેરોજગારીના કારણે આપઘાતની ઘટના સામે આવી છે. લાલપર નજીક સિનિયર સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા 45 વર્ષીય ચુનુરામ હેમારામ આદિવાસીએ કામ ન મળતા ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
ચુનુરામ જે જગ્યાએ કામ કરતા હતા તે કારખાનું બંધ થઇ ગયું હતું.કારખાનું બંધ થઈ જતા તેઓ બેરોજગાર બની ગયા હતા.તેમણે અન્ય જગ્યાએ નોકરી માટે તપાસ કરતા નોકરી મળતી ન હોવાનું સામે આવ્યું છે.
બેરોજગારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.મૃતકની પત્નીએ ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.


