આજકાલ ચોરોનો આતંક યથાવત છે.તે દરમિયાન મોરબીમાં એક જ દિવસે અલગ અલગ સ્થળેથી બાઈક ચોરીની ઘટના સામે આવી છે. રવાપર રેસીડેન્સીના દેવરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા સાગરભાઈ સાપરિયાએ ગાંધીચોક પાસે રામરસ નજીક તેમનું બાઈક પાર્ક કર્યું હતું.
25000ની બાઈક કોઈ અજાણ્યા શખ્શ દ્વારા ચોરી કરવામાં આવી હતી.તે જ દિવસે રવાપર રોડ પર ગીતા પાન વાળી શેરીમાં રહેતા કિશનકુમાર ગામીએ તેમનું બાઈક અવની ચોકડી પાસે પૂજા પાન સામે પાર્ક કર્યું હતું.આ બાઈકની પણ ચોરી થઈ ગઈ.જેચોરી થયેલ બાઈકની કિંમત 95000 છે.
પોલીસે બંને બાઈક ચોરી કરનાર અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

