HomeGujaratઇકોનોમિક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન તૈયાર કરવા મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો

ઇકોનોમિક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન તૈયાર કરવા મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો

 

મોરબી જિલ્લામાં ઇકોનોમિક માસ્ટર પ્લાન ઔદ્યોગિક વિકાસની સાથે સર્વાંગિક અને સર્વ સમાવેશી વિકાસનો પર્યાય બની રહેશે.

મોરબી જિલ્લાને રાજ્યના અર્થતંત્રનું આર્થિક પાવર હાઉસ બનાવવા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં GRIT (ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન) ના સહયોગથી ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના હેતુ સાથે વર્કશોપ યોજાયો હતો.

મોરબી જિલ્લો સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે અને ઔદ્યોગિક દ્રષ્ટિએ ફક્ત ભારત જ નહીં પણ દુનિયાભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ત્યારે સૌરાષ્ટ્ર પરીક્ષેત્રનો ઇકોનોમિક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન્ટ તૈયાર કરવાની સાથે મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસની સાથે સર્વાંગીક વિકાસને એક નવી ગતિ અને ઊંચાઈઓ આપવાના હેતુ સાથે મોરબી જિલ્લામાં નવા ઇકોનોમિક પ્લાન સાથે વિવિધ વિભાગોના સંકલન થકી મોરબીમાં રોકાણ વધે તે મુજબનું વાતાવરણ ઊભું કરવા વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપ અંતર્ગત કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ અને GRIT દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવા સંયુક્ત પણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે GRIT દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારનો ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટ તૈયાર કરવા માટે PWC ની નિમણૂક કરવામાં આવી છે.

આ વર્કશોપ દરમિયાન મોરબી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, GRIT ની ટીમ અને મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ દ્વારા જૂથ ચર્ચા થકી ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તે અંગે વિસ્તૃત વિચાર મંથન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લો સીરામીક, પેપરમીલ, સેનેટરીવેર, પોલીપેક, સોલ્ટ અને ઘડિયાળ ઉદ્યોગમાં વિશ્વભરમાં નામાંકિત છે. ત્યારે મોરબી જિલ્લામાં લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, હોસ્પિટલ અને સારવાર માટેની સુવિધામાં વધારો કરવાથી ઔદ્યોગિક એકમોની કાર્યક્ષમતામાં વધારો થશે તેમજ લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થશે. મોરબી જિલ્લામાં ઘણા નવા પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, ખાસ કરીને સૌરઊર્જા, હાર્ડવેર, પ્લાસ્ટિક પ્રોડક્ટ, લેમિનેટ શીટ, રમકડા વગેરે ઉદ્યોગો મોરબી જિલ્લામાં ધીમે ધીમે વિકાસ પામી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં ઇકોનોમિક માસ્ટર પ્લાન ઔદ્યોગિક વિકાસની સાથે સર્વગ્રાહી વિકાસનો પર્યાય બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, GRIT (ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન)ની સંસ્થા દ્વારા વિકાસલક્ષી યોજનાઓને ‘વિકસિત ગુજરાત 2047’ વિઝન સાથે સરેખિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેતા 6 આર્થિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. દરેક આર્થિક ક્ષેત્ર માટે ઉદ્દેશોને ધ્યાને લઈ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. GRIT ના સૌરાષ્ટ્ર રીજીયનમાં સમાવિષ્ટ બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓના ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરીમાં PWC એજન્સી કન્સલ્ટન્ટ તરીકે ભૂમિકા ભજવી રહી છે. GRIT દ્વારા ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં આર્થિક, સામાજિક, ઉદ્યોગિક, શૈક્ષણિક અને રોડ કનેક્ટિવિટી સહિતના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વર્કશોપમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ રાહુલ ત્રિપાઠી, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસીએશના પ્રમુખઓ, ઉપપ્રમુખઓ તથા હોદેદારઓ અને GRIT ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW