HomeGujaratમોરબીના પાનેલી ગામે પાસે બોલેરોના ચાલકે 11 માસના બાળકને હડફેટે મોત

મોરબીના પાનેલી ગામે પાસે બોલેરોના ચાલકે 11 માસના બાળકને હડફેટે મોત

 

મોરબીના ખાટકી પરાના નાકા પાસે રહેતા અને મૂળ એમપીના વતની અનિલભાઇ ભુડાભાઇ કટારાનો દીકરો આશીષ ઉ.વ.11 માસ વાળો ગત તા.-26/05/2025ના રોજ પાનેલી ગામે આવેલ જી.આઇ.ડી.સી.માં પાણીના ટાકા પાસે રમતો હતો. ત્યારે GJ-36-X-5031 નંબરના બોલેરો ચાલકે તેની ગાડી પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી રીતે અને માણસોની જીંદથી જોખમાય તે રીતે ચલાવી જઈ આશિષને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકના પિતા અનીલભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બોલેરો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ આધારે બોલેરોના ચાલક વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW